પાલક માતા-પિતા યોજના 2025 – દર મહિને ₹3,000 સહાય

પાલક માતા-પિતા યોજના 2025 – દર મહિને ₹3,000 સહાય

ગુજરાત સરકારે અનાથ અને અર્ધઅનાથ બાળકો માટે પાલક માતા-પિતા યોજના શરૂ કરી છે. આ યોજનાનો હેતુ એવા બાળકોને આર્થિક સહાય પૂરી પાડવાનો છે જેમના માતા-પિતા બંનેનું અવસાન થયું હોય અથવા પિતાનું અવસાન થયું હોય અને માતાએ પુનઃલગ્ન કર્યો હોય. બાળકોને શિક્ષણ અને સારું જીવન મળે તે માટે આ યોજના ખૂબ જ ઉપયોગી છે.



પાલક માતા-પિતા યોજના 2025

યોજના નું નામપાલક માતા-પિતા યોજના
પાત્રતાગુજરાતમાં વસતા ૦ થી ૧૮ વર્ષની ઉમરના તમામ અનાથ બાળકો – જેમના માતા-પિતા હયાત નથી અથવા તો પિતાનું અવસાન થયા બાદ માતાએ પુનઃલગ્ન કરેલ હોય.
લાભાર્થીઆવા બાળકોની સાર-સંભાળ લેતા નજીકના સગા/સંબંધી
સહાયનું ધોરણદર મહિને રૂ. ૩૦૦૦/- DBT મારફતે પાલકના બેંક ખાતામાં જમા થાય છે
અમલકર્તા વિભાગમહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર

સહાયની વિગતો

  • દર મહિને બાળક દીઠ ₹3,000/- ની સહાય.
  • રકમ સીધી પાલકના બેંક ખાતામાં DBT (Direct Benefit Transfer) મારફતે જમા થશે.

સહાયની વિગતો

  • દર મહિને બાળક દીઠ ₹3,000/- ની સહાય.
  • રકમ સીધી પાલકના બેંક ખાતામાં DBT (Direct Benefit Transfer) મારફતે જમા થશે.

રજૂ કરવા માટેના જરૂરી દસ્તાવેજો

  1. બાળકનું જન્મનું પ્રમાણપત્ર / શાળા છોડયાનું પ્રમાણપત્ર (કોઈપણ એક)
  2. માતા-પિતાના મૃત્યુનું પ્રમાણપત્ર
  3. જો માતાએ પુનઃલગ્ન કર્યો હોય તો –
    • લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર / સોગંદનામું / તલાટી કમ મંત્રીનો દાખલો (કોઈપણ એક)
  4. આવકનો દાખલો (ગ્રામીણ – ₹27,000 સુધી, શહેરી – ₹36,000 સુધી)
  5. બાળક અને પાલક માતા-પિતાનું સંયુક્ત બેંક ખાતું (પ્રમાણિત નકલ)
  6. બાળકનો આધાર કાર્ડ
  7. પાલક માતા-પિતાનો રેશન કાર્ડ (પ્રમાણિત નકલ)
  8. બાળક હાલ જે ધોરણમાં ભણે છે તેનું શાળાનું પ્રમાણપત્ર
  9. પાલક પિતા/માતાનો આધાર કાર્ડ

અરજી પ્રક્રિયા ઓનલાઈન અરજી

  • e-SamajKalyan Portal પર જાઓ.
  • Palak Mata Pita Yojana પસંદ કરીને વિગતો ભરો.
  • જરૂરી દસ્તાવેજો અપલોડ કરો અને અરજી સબમિટ કરો.

ટિપ્પણીઓ નથી

Blogger દ્વારા સંચાલિત.