Samaras Hostel Admission 2023 | સમરસ છાત્રાલયમા પ્રવેશ મેળવવા અંગેની જાહેરાત | sathigujarati

કોલેજ કક્ષાના સ્નાતક, અનુસ્નાતક તથા અન્ય ઉચ્ચ અભ્યાસક્રમોમા અભ્યાસ કરતા અનુસુચિત જાતિ, અનુસુચિત જન જાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ તથા આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને વર્ષ ૨૦૨૩-૨૪ના શૈક્ષણિક વર્ષ માટે અમદાવાદ, ભુજ, વડોદરા , સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, આણંદ, હિંમતનગર અને પાટણ સમરસ કુમાર અને કન્યા છાત્રાલયોમા પ્રવેશ મેળવવા ઇચ્છતા તમામ વવદ્યાર્થીઓ પાસેથી https://samras.gujarat.gov.in/ વેબસાઈટ પર તા:૨૫/૦૬/૨૦૨૩ (Samaras Hostel Admission 2023 last date) સુધી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે.
Samaras Hostel Admission 2023
Samaras Hostel Admission 2023

    સમરસ છાત્રાલયમા પ્રવેશ મેળવવા અંગેની જાહેરાત

    Samaras Hostel Admission 2023 : સ્નાતક કક્ષાના તમામ અભ્યાસક્રમોમા કોઈપણ વર્ષ કે સેમેસ્ટરમા નવો પ્રવેશ મેળવવા માટે ધોરણ -૧૨ની ટકાવારી અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમા સ્નાતક કક્ષાના અભ્યાસક્રમની ટકાવારી (જે ટકાવારીના આધારે યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવેલ હોય તે ટકાવારી)ના આધારે મેરીટના ધોરણે પ્રવેશ આપવામા આવશે. (નોંધ: વિદ્યાર્થીએ ૫૦% કે તેથી વધુ ગુણ મેળવેલ હોવા જોઈએ.)

    સમરસ છાત્રાલયમા અગાઉના વર્ષમાં પ્રવેશ મેળવેલ હોય તેવા રીન્યઅલુ વિદ્યાર્થીઓએ પણ ફરજિયાત પણે ઓનલાઈન અરજી કરવાની રહશે. ગ્રુપ -૨ અને ગ્રુપ-૩ના રીન્યુઅલ વિદ્યાર્થીઓ જે બીજા વર્ષે છાત્રાલયમા રહવા માંગતા હોય તો તેમને ગત વાર્ષિક પરીક્ષામા યુનિવર્સિટી માન્ય ગણતરી પ્રમાણે છેલ્લા બે સેમેસ્ટરની ટકાવારીમા (SPI-Semester Performance Index) ૫૫% કે તેથી વધુ ગુણ મેળવેલ હોવા જોઈએ. જયા ટકાવારીને બદલે ગ્રેડેશન આપવામા આવતા હોય તેવા કિસ્સામા ૫૫% કે તેથી વધુના સમકક્ષ ગ્રેડેશન હોવા જોઈએ. ગ્રપુ -૧ના રીન્યુ વિદ્યાર્થીઓ માટે ટકાવારી ૫૦% રહશે.

    વિદ્યાર્થી દ્વારા કરવામા આવેલ ઓનલાઈન અરજીના આધારે પ્રવેશ અંગેનો હક્ક દાવો કરી શકશે નહી. ઓનલાઈન અરજીના આધારે પ્રવેશ માટેની પ્રોવિઝનલ મેરીટ યાદી પ્રસિદ્ધ થયેથી તેમા સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓએ વેબસાઈટ પર દર્શાવેલ સમયગાળામાં સંબંધિત સમરસ છાત્રાલય ખાતે અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરાવવાની રહશે. ત્યારબાદ સંબંધિત સમરસ છાત્રાલય દ્વારા પ્રવેશ નિયત કરવામા આવશે.

    સમરસ છાત્રાલયો ખાતે સંપર્ક માટે ની ટેલીફોનિક વિગત


    સમરસ છાત્રાલયો ખાતે સંપર્ક માટે ની ટેલીફોનિક વિગત મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લીક કરો. https://samras.gujarat.gov.in/uploads/Original/hostelcontact06022023045201933.pdf

    Guidelines For Document Verification


    સમરસ છાત્રાલયમા પ્રવેશ મેળવવા જાવ ત્યારે Document Verification માટે નીચેના ડોક્યુમેંટ લાગુ પડતા ઉમેદવારે ધ્યાને લેવા. જેમાં પ્રમાણપત્રોની વિગત અને કોને લાગુ પડશે તે દર્શાવેલ છે.

    • ઓનલાઈન કરેલ અરજીની નકલ - તમામ
    • અધિકૃત અધિકારી દ્વારા આપવામા આવેલ નોન – ક્રિમિલેયર (NON-CREAMY LAYER) પ્રમાણપત્ર - ફક્ત S.E.B.C.ના છાત્રો માટે
    • અધિકૃત અધિકારી દ્વારા આપવામા આવેલ જાતિનો દાખલો (CASTE CERTIFICATE) - તમામ
    • અધિકૃત અધિકારી દ્વારા આપવામા આવેલ આવકનો દાખલો અથવા વાલી જો નોકરી-ધંધો કરતા હોય તો ફોર્મ નં. ૧૬-એ અથવા ઈન્કમટેક્ષ રીટન અથવા સરકારશ્રી દ્વારા આવક માટે માન્ય કરેલ અન્ય પરુાવા.- ફક્ત કુમાર છાત્રાલયો માટે
    • જે કોલેજમા પ્રવેશ મેળવેલ હોય તેમા ફી ભર્યા અંગેની રસીદ (FEE RECEIPT) અથવા કોલેજમા પ્રવેશ મળ્યા અંગેના આધાર પરુાવા. - તમામ
    • ધોરણ – ૧૨/ સ્નાતકની / જે ટકાવારીના આધારે સમરસ છાત્રાલયમા પ્રવશે મેળવેલ હોય તેની મર્કશીટ (MARKSHEET) - તમામ
    • શાળા છોડયા અંગેનુ પ્રમાણપત્ર (LEAVING CERTIFICATE) - તમામ
    • દિવ્યાંગ હોવા અંગેનુ પ્રમાણપત્ર - દિવ્યાંગ છાત્રો માટે
    • વાલીનુ મૃત્યુ અંગેનુ પ્રમાણપત્ર - અનાથ છાત્રો માટે
    • પિતાના મૃત્યુ અંગેનુ પ્રમાણપત્ર - વિધવાના સંતાંનો માટે
    • વિદ્યાર્થીને કોઈ ગંભીર બિમારી હોય તો તે અંગેનુ તબીબી પ્રમાણપત્ર – લાગુ પડતુ હોય તેના માટે
    • E.W.S. (Economically Weaker Section)નુ પ્રમાણપત્ર – આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓ માટે
    • વિદ્યાર્થી ગુજરાતના રહેવાસી છે તે અંગેના જરૂરી આધાર પુરાવા - તમામ
    • વિદ્યાર્થીનુ આધારકાર્ડ - તમામ
    • વાલીના બે ફોટા - ફક્ત કન્યા છાત્રાલયો માટે (મુલાકાત માટે)
    • છાત્રોના બે ફોટા - તમામ
    • નિયત નમુનામાં બાંહેધરીપત્રક - તમામ

    Note : sathigujarati.in પર તમને માહિતી મળે તે હેતુથી લેખ લખવામાં આવે છે. હંમેશા અહિં આપવામાં આવતી માહિતી Official Website પર ચેક કરી લેવી. આ લેખમાં તમને સમરસ છાત્રાલયમા પ્રવેશ મેળવવા અંગેની જાહેરાત (Samaras Hostel Admission 2023) વિશે માહિતી આપવામાં આવી છે. અમે આપેલ માહિતીમાં કોઈ પ્રશ્ન હોય તો તમે [email protected] પર જાણ કરી શકો છો.

    FAQ (વારંવાર પુછાતા પ્રશ્નો)


    Q. સમરસ છાત્રાલયમા પ્રવેશ મેળવવા માટે અરજી કરવાની અંતિમ તારીખ કઈ છે?
    - સમરસ છાત્રાલયમા પ્રવેશ મેળવવા માટે અરજી કરવાની અંતિમ તારીખ ૨૫/૦૬/૨૦૨૩ છે.

    Q. સમરસ છાત્રાલયમા પ્રવેશ મેળવવા માટે કેટલા ગુણ હોવા જોઈએ.?
    - સમરસ છાત્રાલયમા પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીએ ૫૦% કે તેથી વધુ ગુણ મેળવેલ હોવા જોઈએ.

    Q. સમરસ છાત્રાલયમા પ્રવેશ મેળવવા માટે કોણ કોણ અરજી કરી શકે?
    - કોલેજ કક્ષાના સ્નાતક, અનુસ્નાતક તથા અન્ય ઉચ્ચ અભ્યાસક્રમોમા અભ્યાસ કરતા અનુસુચિત જાતિ, અનુસુચિત જન જાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ તથા આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ સમરસ છાત્રાલયમા પ્રવેશ મેળવવા માટે અરજી કરી શકે.

    ટિપ્પણીઓ નથી

    Blogger દ્વારા સંચાલિત.