Gujarat Police Recruitment 2024 : Gujarat Police Recruitment Board | PSI | Constable | SRPF | JAIL SIPAHI | Recruitment Rules | sathigujarati.in

Gujarat Police Recruitment PSI/Constable 2024 : ગુજરાત પોલીસમાં PSI અને Constable માટે કુલ ૧૨૪૭૨ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે પોલીસ ભરતી બોર્ડ દ્વારા તારીખ ૦૪/૦૪/૨૦૨૪ થી ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવશે. લોકરક્ષક ભરતી બોર્ડ ધ્‍વારા ભરતી અંગેની તમામ કામગીરી જેવી કે, દૈનિકપત્રોમાં જાહેરાત આપી લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ OJAS સોફટવેર મારફતે મેળવી સરકારશ્રીના નિયમોનુસાર શારીરીક કસોટી, લેખિત પરિક્ષા તેમજ દસ્તાવેજ ચકાસણી લેવાની કામગીરી કરશે. ત્‍યારબાદ પરીણામ જાહેર કરવા અંગેની કામગીરી કરશે.
Gujarat Police Recruitment 2024 : Gujarat Police Recruitment Board | PSI | Constable
Gujarat Police Recruitment 2024 : Gujarat Police Recruitment Board | PSI | Constable

ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક અને કોઇ પણ જાતની ગેરરીતી વગર તેમજ નિષ્‍પક્ષ રીતે થાય તે માટે ભરતી બોર્ડ ધ્‍વારા પુરતા પગલા લેવામાં આવે છે. જેની વિગત નીચે મુજબ છે.

    જરુરી સુચનાઓ


    (૧) શારીરીક કસોટી માટે R.F.I.D.નો ઉપયોગ કરવામાં આવશે.
    (ર) શારીરીક કસોટી માટેની દોડમાં CCTV Camera લગાડવામાં આવશે. જેથી દોડમાં કોઇ ટુકો માર્ગ (Short Cut) અપનાવી શકે નહીં. શારીરીક માપ કસોટીમાં પણ CCTV Camera લગાડવામાં આવશે જેથી કોઇ ગેરરીતીનો અવકાશ ન રહે.
    (૩) શારીરીક કસોટી અને શારીરીક માપ કસોટીમાં ઉતીર્ણ થનાર ઉમેદવારોના બાયોમેટ્રીકસ અને ફોટોગ્રાફસ લેવામાં આવશે જેને આધારે ત્યાર પછીની પરિક્ષાઓમાં બાયોમેટ્રીકસ અને ફોટોગ્રાફનું વેરીફિકેશન કરવામાં આવશે.
    (૪) શારીરીક કસોટી બાદ લેખિત પરિક્ષા લેવામાં આવશે.
    (૫) લેખિત પરિક્ષા માટે શહેર/જીલ્‍લા કક્ષાએ જયાં CCTV Camera ની સુવિધા છે તેવા જ પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવશે.
    (૬) લેખિત પરિક્ષાના સાહીત્‍યની સુરક્ષા માટે સ્‍ટ્રોંગ રૂમો બનાવવામાં આવશે જે સ્‍ટ્રોંગ રૂમો ઉપર સતત ૨૪ કલાક માટે CCTV Camera કાર્યરત રહેશે.
    (૭) સામાન્‍ય રીતે સ્‍પર્ધાત્‍મક પરીક્ષામાં પ્રશ્‍નપત્ર A,B,C,D એમ ચાર સીરીઝમાં જ કાઢવામાં આવે છે પરંતુ લોકરક્ષક ભરતીની લેખિત પરિક્ષામાં ૩૦ (ત્રીસ) સીરીઝમાં કાઢવામાં આવશે જે વર્ગ દીઠ સમાવિષ્‍ટ કુલ-૩૦ ઉમેદવારોને અલગ-અલગ સીરીઝના પ્રશ્‍નપત્ર આપવામાં આવશે કે જેથી ગેરરીતી કરવાનો અવકાશ રહેશે નહીં.

    ઓનલાઈન અરજી કરવા માટેની વેબસાઈટ


    નીચે આપેલ OJAS વેબસાઈટની લીંક પર પોલીસ ભરતી બોર્ડ દ્વારા ભરતી અંગેની તમામ સુચનાઓ અને જાહેરાત તથા ઓનલાઈન અરજી સ્વીકારવાનો સમયગાળો મુકવામાં આવશે. લાયકાત ધરાવતા તમામ ઉમેદવારો નીચેની લીંંકનો ઉપયોગ કરી અરજી કરી શકશે.
    https://ojas.gujarat.gov.in/

    હેલ્‍પ લાઇન નંબર :


    (1) 9104654216
    (2) 8401154217
    (3) 7041454218

    સવારના કલાક : ૧૦.૩૦ થી સાંજના કલાક ૦૬.૦૦ સુધી
    (રવિવાર તથા જાહેર રજાના દિવસ સિવાય ઉપરોક્ત નંબર પર સંપર્ક કરવો)

    Disclaimer: sathigujarati.in પર તમને માહિતી મળે તે હેતુથી લેખ લખવામાં આવે છે. હંમેશા અહિં આપવામાં આવતી માહિતી Official Website પર ચેક કરી લેવી. આ લેખમાં તમને Gujarat Police Recruitment 2024 : Gujarat Police Recruitment Board | PSI | Constable | SRPF | JAIL SIPOI | Recruitment Rules વિશે માહિતી આપવામાં આવી છે. અમે આપેલ માહિતીમાં કોઈ પ્રશ્ન હોય તો તમે [email protected] પર જાણ કરી શકો છો.

    FAQ (વારંવાર પુછાતા પ્રશ્નો)


    1. 2024માં PSI/કોન્સ્ટેબલની જગ્યાઓ માટે ગુજરાત પોલીસ ભરતીની શરૂઆતની તારીખ શું છે?
    - જવાબ: ભરતી પ્રક્રિયા 4 એપ્રિલ, 2024થી શરૂ થાય છે.

    2. ગુજરાત પોલીસ ભરતી 2024માં PSI અને કોન્સ્ટેબલની જગ્યાઓ માટે કેટલી જગ્યાઓ ઉપલબ્ધ છે?
    - જવાબ: કુલ 12,472 જગ્યાઓ ખાલી છે.

    3. ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે કયા પગલાં લેવામાં આવી રહ્યા છે?
    - જવાબ: પગલાંઓમાં શારીરિક પરીક્ષણો માટે RFID નો ઉપયોગ, CCTV કેમેરા સ્થાપિત કરવા, બાયોમેટ્રિક અને ફોટોગ્રાફ વેરિફિકેશન હાથ ધરવા અને સતત CCTV દેખરેખ હેઠળ સ્ટ્રોંગ રૂમ બનાવવાનો સમાવેશ થાય છે.

    4. ગુજરાતમાં લોક રક્ષક ભરતી માટે લેખિત પરીક્ષાઓ કેવી રીતે લેવામાં આવશે?
    - જવાબ: સામાન્ય પરીક્ષાઓથી વિપરીત, લેખિત પરીક્ષામાં 30 શ્રેણીઓ હશે, જેમાં ગેરરીતિ અટકાવવા માટે દરેક શ્રેણી 30 ઉમેદવારોને ફાળવવામાં આવશે.

    5. ગુજરાત પોલીસ ભરતી માટે હું વિગતવાર માહિતી ક્યાંથી મેળવી શકું અને મારી અરજી સબમિટ કરી શકું?
    - જવાબ: વિગતવાર માહિતી અને ઓનલાઈન અરજીઓ OJAS વેબસાઈટ દ્વારા એક્સેસ કરી શકાય છે.

    6. શું ભરતી પ્રક્રિયામાં મદદ માટે કોઈ હેલ્પલાઈન નંબર ઉપલબ્ધ છે?
    - જવાબ: હા, તમે આપેલા હેલ્પલાઈન નંબરો પર સંપર્ક કરી શકો છો: 9104654216, 8401154217, અને 7041454218, સવારે 10:30 થી સાંજના 6:00 સુધી (રવિવાર અને જાહેર રજાઓ સિવાય).

    ટિપ્પણીઓ નથી

    Blogger દ્વારા સંચાલિત.