સિલાઈ મશીન યોજના ૨૦૨૩! ફ્રી માં મેળવો સિલાઈ મશીન! સરકાર કરશે સહાય.
ગુજરાત સરકાર દરેક નાગરિકો માટે સહાય યોજના બહાર પાડતી હોય છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા Manav Garima Yojana બહાર પાડાવામાં આવેલ છે. તાજેતરમાં કમિશ્નર કુટિર અને ગ્રામોદ્યોગ દ્વારા માનવ કલ્યાણ યોજના 2023 ના Online Application ચાલુ કરવામાં આવેલા છે. આ યોજના અંતર્ગત કુલ 28 પ્રકારના સાધન સહાય આપવામાં આવે છે. જેમાંથી 1 સાધન રદ કરવામાં આવેલ છે. કુલ 27 સાધનો માટે સહાય આપવામાં આવે છે.
![]() |
સિલાઈ મશીન યોજના ૨૦૨૩! ફ્રી માં મેળવો સિલાઈ મશીન! |
માનવ કલ્યાણ યોજના અંતર્ગત કુલ 27
પ્રકારના સાધન વિનામુલ્યે આપવામાં આવે છે.
જેમાં બ્યુટી પાર્લર કીટ સહાય યોજના, પ્રેસર કુકર
સહાય યોજના, મફત સિલાઈ મશીન યોજના, મોબાઈલ રીપેરીંગ કીટ સહાય યોજના ,હેર કટીંગ કીટ સહાય યોજના તથા પેપર કપ અને ડીશ બનાવવા માટે મશીન
યોજના વગેરે ચાલે છે. આજે આપણે મફત સિલાઈ મશીન યોજના વિશે માહિતી
મેળવીશું.
સિલાઈ મશીન યોજના ૨૦૨૩!
કેવી રીતે ઓનલાઈન અરજી કરવાની રહેશે?
સમાજના પછાત અને આર્થિક રીતે નબળાં લોકો નવો ધંધો અને રોજગાર મેળવે
તે ખૂબ જરૂરી છે. જેમાં Manav Kalyan Yojana 2023 હેઠળ વિવિધ સહાય આપવામાં આવે છે. સિલાઈ મશીન યોજનાનો લાભ કોને મળશે ? આ લાભ કેવી રીતે મેળવી શકાશે? તેના માટે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડે ? કેટલો લાભ અને શું સહાય મળશે? તેની માહિતી આ આર્ટિકલ દ્વારા વિગતવાર મેળવીશું.
સિલાઈ મશીન યોજના હેઠળ સહાય આપવાનો હેતુ
રાજ્યના દરેક નાગરિકો રોજગારી મેળવે તે ખૂબ જ જરૂરી છે. માનવ કલ્યાણ
યોજના હેઠળ વિવિધ સાધન સહાય આપવામાં આવે છે. મહિલા પોતાના આવડત અનુસાર સિલાઈ બાબતે
કોઈ નવો ધંધો કે વ્યવસાય, અને સાધનોની જરૂર હોય તો આ યોજના તમને
સહાય આપશે. આ યોજના અંતર્ગત પાત્રતા ધરાવતા લાભાર્થીઓને મફતમાં સિલાઈ મશીનના સાધનો
આપવામાં આવે છે. એટલે કે આ યોજના હેઠળ મફત સિલાઈ મશીનનો સંચો આપવામાં આવે
જેથી મહિલાઓ નવો વ્યવસાય કરી શકે.
અગત્યના મુદ્દાઓ
યોજનાનુ નામ |
મફત સિલાઈ મશીન યોજના |
મુખ્ય યોજનાનું નામ |
માનવ કલ્યાણ યોજના 2023 |
આ યોજનાના હેઠળ શું લાભ મળે? |
લાભાર્થીઓને દરજી કામ કરવા માટે અથવા સિલાઈ કે કપડાં સિવવાનો નવો વ્યવસાય ચાલુ કરવા કીટ મળે છે. |
સિલાઈ મશીન યોજના માટે કેટલી રકમની સહાય મળશે? |
રૂપિયા 21500/- ની સાધન સહાય મળશે. |
લાભાર્થીની પાત્રતા |
BPL કાર્ડ ધરાવતા અને નિયત થયેલી આવક મર્યાદા ધરાવતા સમાજના નબળા વર્ગને |
મળવાપાત્ર સહાય |
દરજી કામ માટે સિલાઈ મશીન |
અરજી પ્રક્રિયા |
ઓનલાઈન અરજી કરવાની રહેશે. |
Official Website |
|
Online Application Website |
સિલાઈ મશીન યોજનામાં લાભ શું મળે અને કેટલા રૂપિયાની સહાય મળે?
માનવ કલ્યાણ યોજના 2023 હેઠળ વિવિધ સાધન
સહાય આપવામાં આવે છે. જેમાં ફ્રી સિલાઈ મશીન યોજના હેઠળ મહિલાઓને નવો ધંધો ચાલુ
કરવા માટે “સિલાઈ મશીન યોજના” રૂપે સાધન સહાય આપવામાં આવે છે. આ સાધન સહાય યોજનામાં 21500/- રૂપિયાની કિંમત
કીટ આપવામાં આવે છે.
સિલાઈ મશીન યોજના PDF ફોર્મ કેવી રીતે મેળવવું?
Commissioner of
Cottage and Rural Industries દ્વારા અધિકૃત વેબસાઈટ બનાવવામાં
આવ્યું છે. જેમાં http://www.cottage.gujarat.gov.in/ અને https://e-kutir.gujarat.gov.in/ આ બે વેબસાઈટ છે. આ વેબસાઈટ પરથી વિનામુલ્યે મેળવી શકાશે.
સિલાઈ મશીન યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ
માનવ કલ્યાણ યોજના હેઠળ જુદા-જુદા સાધનો વિનામૂલ્યે આપવામાં આવે છે.
આ યોજનાનો લાભ લેવા માટે કુટિર અને ગ્રામોદ્યોગની કચેરી દ્વારા અગાઉથી ડોક્યુમેન્ટ
નક્કી કરેલા છે. ઓનલાઈન અરજી કરતી વખતે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. જે નીચે
મુજબના રહેશે.
- લાભાર્થીએ સિવણની તાલીમ મેળવી હોય તો તેનું પ્રમાણપત્ર
- સિવણની તાલીમ મેળવેલ હોય તો અનુભવ અંગેનું પ્રમાણપત્ર
- વિધવા સહાય યોજનામાં માંગવામાં આવતા “વિધવા હોવા અંગેના પ્રમાણપત્ર” હોય તો તેવા લાભાર્થીઓને પ્રાથમિકતા આપવામાં આવવાની શક્યતા રહેલી છે.
- લાભાર્થીનું રેશનકાર્ડ
- અરજદારનો ઉંમર અંગેનો પુરાવો
- લાભાર્થીની જે જાતિનો હોય તે અંગેનો દાખલો (સરકાશ્રી દ્વારા માન્ય કરેલ અધિકારીશ્રીનો)
- ગ્રામ્ય વિસ્તારનો BPL સ્કોર સાથેનો દાખલો / શહેરી વિસ્તાર માટે સુવર્ણ કાર્ડની નકલ
- આવક અંગેનો દાખલો
- દરજી કામના ધંધાના અનુભવનો દાખલો
- ચૂંટણીકાર્ડની નકલ
- આધારકાર્ડની નકલ
FAQ (વારંવાર પુછાતા પ્રશ્નો)
Que.-આ સાધન સહાય યોજનામાં કુલ કેટલ્લ રૂપિયાની સહાય આપવામાં આવે છે.?
Ans.-આ સાધન સહાય યોજનામાં 21500/- રૂપિયાની કિંમત કીટ આપવામાં આવે છે.
Ans.-CCRI દ્વારા વેબસાઈટ બનાવવામાં આવી છે. જેમાં http://www.cottage.gujarat.gov.in/ અને https://e-kutir.gujarat.gov.in/ આ બે વેબસાઈટ છે. આ વેબસાઈટ પરથી વિનામુલ્યે મેળવી શકાશે.
Post a Comment