ગુજરાત હાઈકોર્ટમાં પટાવાળાની ભરતી ૨૦૨૩ । Gujarat high court Peon Bharati 2023!

    ગુજરાત રાજ્યની નીચલી અદાલતોમાં પટાવાળા (વર્ગ-4) ની ભરતી જાહેર કરવામાં આવેલી છે. જેમાં પટાવાળા, ચોકીદાર, જેલ વાર્ડર, સ્વીપર, વોટર સર્વર, લીફ્ટ્મેન, હોમ એટેન્‍ડ્ન્‍ટ- ડોમેસ્ટિક એટેન્‍ડન્‍ટ, સહિતનો સમાવેશ થાય છે.તમામ જાહેરાતને વિગતસર વાંચવા માટે તથા ઓનલાઈન Apply કરવા તમે ઓફિશિયલ વેબસાઇટ https://gujarathighcourt.nic.in અને https://hc-ojas.gujarat.gov.in ની મુલાકાત લઇ શકો છો.

Gujarat high court Peon Bharati 2023!
Gujarat high court Peon Bharati 2023!


ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો ઓનલાઈન અરજી કરવા ઈચ્છતા ઉમેદવારો તા.૦૮/૦૫/૨૦૨૩ બપોરના ૧૨:૦૦ કલાકથી તા. ૨૯/૦૫/૨૦૨૩ રાત્રિના ૨૩.૫૯ કલાક સુધી ઓનલાઈન અરજી કરી શકશે.


પરિક્ષાની તારીખ

યોજાનાર પરીક્ષાનો સંભવિત કાર્યક્રમમાં હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષા તા.૦૯/૦૭/૨૦૨૩ છે. અનિવાર્ય સંજોગોના કિસ્સામાં નીચેના કાર્યક્રમમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા ફેરફાર કરી શકાશે.


કુલ જગ્યા.

પટાવાળા, ચોકીદાર, જેલ વાર્ડર, સ્વીપર, વોટર સર્વર, લીફ્ટ્મેન, હોમ એટેન્‍ડ્ન્‍ટ- ડોમેસ્ટિક એટેન્‍ડન્‍ટ, સહિત કુલ ૧૪૯૯ જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી સીધી ભરતીથી ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ‘ઓનલાઈનઅરજીઓ’ મંગાવવામાં આવે છે.


પગાર ધોરણ

આ ભરતી માટે ૭ મા પગારપંચ પ્રમાણે પગાર ધોરણ રૂ.૧૪,૮૦૦-૪૭,૧૦૦/- રહેશે.


અનામત

અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે નબળાં વર્ગ, મહિલા ઉમેદવારો, ડિફ્રન્‍ટલી એબલ્ડ તેમજ માજી સૈનિક ના કિસ્સામાં અનામત અંગે સરકારના પ્રવર્તમાન નિયમો / હુકમો / જોગવાઈઓ / નીતિઓ લાગુ પડશે.

વયમર્યાદા અને જરુરી લાયકાત અંગેના ધોરણો

સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ-૧૦ (SSCE) કે તેને સમકક્ષ સરકાર માન્ય પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ.

ગુજરાત હાઈકોર્ટ દ્વારા સમય-સમય પર નિર્ધારિત થયેલ/ કરવામાં આવી શકે, તે મુજબનું સંબધિત કાર્ય કૌશલ્ય હોવુ જોઈએ.

ઉમેદવારને ગુજરાતી અને/અથવા હિન્‍દી ભાષાનું પુરતુ જ્ઞાન હોવુ જોઈએ.

વયમર્યાદા ૧૮ વર્ષથી ઓછી ન હોવી જોઈએ. તથા ૩૩ વર્ષથી વધુ ન હોવી જોઈએ.


પરીક્ષા ફી:

સામાન્ય વર્ગ માટે રૂ.૬૦૦/- + બેંક ચાર્જીસ તથા અન્ય ઉમેદવાર માટે રૂ.૩૦૦/- + બેંક ચાર્જીસ. પરીક્ષા ફી ઓનલાઈન તથા ઓફલાઈન બંને રીતે ભરી શકાશે.


પરિક્ષાનું માળખુ:

હેતુલક્ષી પ્રકારની પરીક્ષા કુલ ૧૦૦ પ્રશ્નો તથા કુલ ૧૦૦ ગુણની રહેશે.

પ્રશ્નપત્રની ભાષા ગુજરાતી રહેશે.

દરેક ખોટા ઉત્તરદીઠ અથવા એકથી વધારે ઉત્તર પસંદ કરવા બદલ ૦.૩૩ નકારાત્મક ગુણ રહેશે.

પરિક્ષાનો સમયગાળો ૧ કલાક અને ૩૦ મિનિટ (૯૦ મિનિટ) નો રહેશે.

અભ્યાસક્રમમાં ગુજરાતી ભાષા, સામાન્ય જ્ઞાન, ગણિત, રમત ગમત તથા રોજબરોજની ઘટનાઓ રહેશે.


અરજી કરવાની રીત :

ઉમેદવારે સુચના મુજબ ઓનલાઈન અરજીમાં જરુરી વિગતો ભરવી.

યોગ્યતા ધરાવતાં ઉમેદવારે hc-ojas.gujarat.gov.in વેબસાઈટના માધ્યમથી ઓનલાઈન અરજી કરવાના સમયગાળા દરમિયાન અરજી કરવાની રહેશે. તથા નિયત પરીક્ષા ફી ભરવાની રહેશે.

ઉમેદવારે ઓનલાઈન અરજીમાં પોતાની પાસે જ રહેનાર ચાલુ / એક્ટીવ મોબાઈલ નંબર રજિસ્ટર કરવાનો રહેશે.

ઓનલાઈન અરજી કરતા પહેલા ફોટો અને સહી ૧૫ KB થી વધુ નહીં તે રીતે સ્કેન કરેલી ફાઈલ ‘jpg’ ફોર્મેટમાં સેવ કરવી.

ત્યારબાદ તમામ વિગતો ચકાસી એપ્લીકેશન કંફર્મ કરવી અને ક્ન્ફર્મેશન નંબર સુરક્ષિત જગ્યા પર નોંધી લેવો.


જરૂરિ દસ્તાવેજો:

તાજેતરનો પાસપોર્ટ સાઈઝનો ફોટો

શાળા છોડ્યા અંગેનુ પ્રમાણપત્ર/ જન્મ અંગેનું પ્રમાણપત્ર

શૈક્ષણિક લાયકાત અંગેનુ ગુણપત્રક/પ્રમાણપત્ર.

જાતિ અંગેનુ પ્રમાણપત્ર (લાગુ પડતુ હોય તેને)

PH સર્ટીફિકેટ (લાગુ પડતુ હોય તેને)


Note : sathigujarati.in પર તમને માહિતી મળે તે હેતુથી લેખ લખવામાં આવે છે. હંમેશા અહિં આપવામાં આવતી માહિતી Official Website પર ચેક કરી લેવી. આ લેખમાં તમને ગુજરાત હાઇકોર્ટમાં ભરતી વિશે માહિતી આપવામાં આવી છે. અમે આપેલ માહિતીમાં કોઈ પ્રશ્ન હોય તો તમે [email protected] પર જાણ કરી શકો છો.

FAQ (વારંવાર પુછાતા પ્રશ્નો)

Que.-ગુજરાત હાઇકોર્ટ ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
Ans.-
આ ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ 29/05/2023 છે.

Que.-ગુજરાત હાઇકોર્ટ ભરતીમાં અરજી કરવા માટે વયમર્યાદા કેટલી છે?
Ans.-
 ગુજરાત હાઇકોર્ટ ભરતીમાં અરજી કરવા માટે વયમર્યાદા 18 વર્ષથી લઈ 33 વર્ષ સુધી છે તેમજ કેટેગરી પ્રમાણે લાભ મળવાપાત્ર છે.

Que.-ગુજરાત હાઇકોર્ટ ભરતી 2023 માટે અરજી કઈ વેબસાઈટ પરથી કરી શકાય?
Ans.-
અરજી કરવા માટેની લિંક https://hc-ojas.gujarat.gov.in પર જાઓ.

Que.-ગુજરાત હાઇકોર્ટ ભરતીમાં પગારધોરણ કેટલો છે?
Ans.-
આ ભરતીમાં કુલ 1499 જગ્યા પર ભરતી છે જેમાં પગારધોરણ 14,800/- થી 47,100/-છે.

ટિપ્પણીઓ નથી

Blogger દ્વારા સંચાલિત.