ITI Admission 2024 | Step by step | આઈ.ટી.આઈ. એડમીશન । સંપુર્ણ માહિતી

વર્તમાન સમયમાં રાજયમાં વિવિધ ક્ષેત્રના ઔદ્યોગિકરણનો વ્યાપ વધી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય કંપનીઓ પણ દેશમાં ઉદ્યોગો થાપી રહી છે, નવા નવા ક્ષેત્રે ઉભરી રહ્યા છે તે સંજોગોમા વ્યવસાયલક્ષી શિક્ષણ મેળવી વ્યવસાય કૌશલ્ય પ્રાપ્ત કરનાર ઉમેદવાર માટે રોજગારી / સ્વરોજગારી મેળવવાની વધુ ઉજળી તકો રહેલી છે. રાજયમાં ઔદ્યોગિક તાલીમ સંસ્થા મારફતે અપાતી વ્યવસાયલક્ષી તાલીમ દ્વારા કૌશલ્ય પ્રાપ્ત કરનાર ઘણા બધા ઉમેદવારો આજે માત્ર રાજ્યમાં જ નહી પણ વિદેશમાં પણ સારી એવી રોજગારી મેળવી રહ્યા છે. આથી સરળતાથી રોજગારી / સ્વરોજગારી પ્રાપ્ત કરવા માટે વ્યવસાયલક્ષી શિક્ષણ અપનાવવું એ જ શ્રેષ્ઠ વિકલ્પ છે. રાજય સરકારના ક્ષ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળ રોજગાર અને તાલીમ ખાતા હેઠળ રાજયના તમામ તાલુકાઓમાં તાલીમ પ્રાપ્ત કરવા માટે સુવિધા ઉપલબ્ધ છે. આ માટે વર્ષ ૨૦૨૩ ની એડમીશન પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે. જેની માહિતી આ લેખમાં આપવામાં આવેલ છે.
ITI Admission 2024
ITI Admission 2024

    ITI Admission 2024 પ્રવેશની સામાન્ય માહિતી.


    વય મર્યાદા

    ઉમેદવાર પ્રવેશનાં વર્ષના ઓગસ્ટ માસની ૧લી તારીખે નીચે મુજબ વયમર્યાદા ઘરાવતા હોવા જોઈએ.
    સત્ર શરુ થવાના પ્રથમ દિવસે તમામ ઉમેદવારની ન્યુનત્તમ વય ૧૪ વર્ષ પૂર્ણ કરેલ હોવી જોઈએ.
    વિધવા અને ત્યકતાની ન્યુનત્તમ વય ૧૮ વર્ષ હોવી જોઈએ.
    માજી સૈનિકો અને સૈનિકોની વિધવાઓની ન્યુનત્તમ વય ૧૮ વર્ષ હોવી જોઈએ.

    શારીરિક યોગ્યતા: 

    ઉમેદવાર તંદુરસ્ત અને ચેપી રોગથી મુક્ત હોવા જોઈએ જે સંસ્થા ખાતે પાર્ટ ટાઈમ મેડીકલ ઓફિસર ન હોય તેવી સંસ્થાઅ તાલીમાર્થીઓની સ્થાનિક ડૉક્ટર પાસે દાકતરી તપાસ કરાવી શકશે. પરંતુ શક્ય બને ત્યાં સુધી સરકારી/પંચાયત/જાહેર ટ્રસ્ટ અથવા વિનામૂલ્યે આવી સેવા પૂરી પાડતી હોસ્પિટલોમાં દાકતરી તપાસ કરાવવાની રહેશે.

    ટ્યુશન ફી તથા બાંહેધરીની રકમ (કોશનમની ડિપોઝિટ)

    જનરલ, આર્થિક રીતે નબળા વર્ગો તેમજ બક્ષીપંચના તાલીમાર્થીઓએ માસિક રૂ.૧૦૦/- ટ્યુશન ફી ભરવાની રહેશે. ટ્યુશન ફી છ માસિક સમયગાળા માટે લેવામાં આવે છે. કન્યાઓ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને દિવ્યાંગ તાલીમાર્થીઓને ટ્યુશન ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવેલ છે. આમ છતાં ફી બાબતમાં સરકારશ્રી દ્વારા વખતો વખત જે ફેરફારો થાય તે સર્વે પ્રવેશ લેનાર ઉમેદવારોને બંધનકર્તા રહેશે.

    પ્રવેશ મેળવતી વખતે તાલીમાર્થીઓએ રૂ.૨૫૦/- બાંહેધરીની રકમ તરીકે ભરવાની રહેશે. તાલીમાર્થી સંસ્થાના ઓજારો/યંત્રોને નુકશાન કરે કે અધવચ્ચે તાલીમ છોડી જશે તો આ રકમ જ્પ્ત કરવામાં આવશે. નુકશાનની રકમ વધુ હશે તો વધારાની રકમ વસુલવામાં આવશે. સંતોષકારક રીતે તાલીમ પૂર્ણ કરનાર તાલીમાર્થીને તાલીમના અંતે બાંહેધરીની રકમ પરત કરવામાં આવશે.

    ITI Admission 2024 અરજી પ્રવેશ ફોર્મ ભરવા સંબંધિત સામાન્ય સૂચનાઓ


    આઈ.ટી.આઈ.માં હેલ્પ સેન્‍ટરના સહયોગથી ઓન લાઈન પ્રવેશ ફોર્મ ભરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવેલ છે.

    પ્રવેશ ફોર્મ ઈન્‍ટરનેટના માધ્યમથી આ ખાતાની વેબ સાઈટ https://itiadmission.gujarat.gov.in પરથી ઓનલાઈન ભરી શકાશે.

    ઉમેદવારે ઓનલાઈન અરજી ફોર્મ અથવા નોધણી પ્રક્રિયા માટે ઓન લાઈન રજીસ્ટેશન કરવાનુ રહેશે. આ માટે ઉમેદવારે પોતાનો મોબાઈલ નંબર અને ઈ-મેઈલ આઈડી ફરજીયાત દર્શાવાના રહેશે. પ્રવેશ ફોર્મની તમામ વિગતો સંપુર્ણ ભર્યા બાદ ઉમેદવારનો રજીસ્ટ્રેશન નંબર જનરેટ થશે.

    ઉમેદવારે તેમનો તાજેતરનો પાસપોર્ટ સાઈઝનો (૨૫ kb થી ૧૦૦ kb) ફોટો અપલોડ કરવાનો રહેશે.

    ઉમેદવારના ઓનલાઈન પ્રવેશ ફોર્મ માં કોઈ ક્ષતિ હોય તો ફોર્મ "કન્‍ફર્મ કર્યા પહેલા" જરુરી સુધારો વધારો કરી શકાશે.

    ઉમેદવાર અરજી ફોર્મ કનફર્મ કર્યા પછી ડીજીટલ (UPI/Debit card/Credit Card/ Net Banking) માધ્યમથી પોર્ટલ પર રજીસ્ટ્રેશન ફી રૂ.૫૦/- ઓનલાઈન ભરવાની રહેશે.

    ત્યાર બાદ ટ્રેડની પસંદગી કરી પસંદગી મુજબ ક્રમ નક્કી કરી શકશે.

    પ્રવેશ અંગેના નિયમો પ્રથમ કાળજી પુર્વક વાંચી, સમજી અને પછી જ પ્રવેશ ફોર્મમાં જણાવ્યા મુજબ જ વિગતો ભરવી.

    ITI Admission 2024 ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાના તબક્કા


    ઉમેદવારે www.itiadmission.gov.in વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરવાનુ રહેશે.

    ઓનલાઈન ફોર્મ ભર્યા પછી પ્રિવ્યુ જોઈ શકશે.

    ફોર્મ એડિટમાં ભરેલી માહિતી સુધારી શકાશે.સુધાર્યા પછી તેન કન્‍ફર્મ કરવાનું રહેશે.

    ડિજીટલ માધ્યમથી રૂ.૫૦/- ઓનલાઈન ભરવાના રહેશે.

    ઉમેદવારે ફોર્મ સબમીટ કરી રજીસ્ટ્રેશન નંબર જનરેટ થશે. જે SMS થી મળશે. બાકીની સમગ્ર પ્રક્રિયા આ રજીસ્ટ્રેશન નંબર પર આધારિત છે. ફોર્મ સબમીટ થઈ ગયા બાદ ઉમેદવાર ઓનલાઈન પ્રવેશ ફોર્મ એડીટ કરી શકશે નહીં.

    ત્યારબાદ સૌપ્રથમ પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ પ્રસિદ્ધ કરવામાં આવશે. જેની જાણ SMS થી કરવામાં આવશે.

    ત્યારબાદ ફાઈઅનલ મેરીટ લીસ્ટ પ્રસિદ્ધ કરવામાં આવશે. જેમાં ઉમેદવારનો જનરલ મેરીટ ક્રમાંક તથા કેટેગરી મુજબનો મેરીટ ક્રમાંક રહેશે.

    ત્યારબાદ ઉમેદવાર તેની પસંદગીનુ સ્થળ, સંસ્થા, વ્યવસાય વગેરે મુજબ તેની પસંદગીની ચોઈઝ ફિલિંગ ભરશે અથવા અપગ્રેડ કરશે.

    ત્યારબાદ મેરીટ મુજબ ચોઈસ પ્રમાણે એડમિશન ઓર્ડર જનરેટ થશે.

    ITI Admission 2024 પ્રવેશ માટેના જરૂરી દસ્તાવેજો


    • -જરુરી શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો/માર્કશીટ
    • -શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (LC)
    • -જાતિ/કેટેગરી પ્રમાણપત્ર (ST/SC/SEBC/EWS)
    • -આધાર કાર્ડ/માન્ય સંસ્થા તરફથી મળેલ ફોટો આઈ કાર્ડ
    • -SEBC ના કિસ્સામાં નોન ક્રીમીલેયર પ્રમાણપત્ર
    • -એક્સ સર્વિસમેન પ્રમાણપત્ર
    • -દિવ્યાંગનું પ્રમાણપત્ર
    • -દિવ્યાંંગના કિસ્સામાં Vocational Rehabilitation Centre (VRC) નું સ્યુટેબીલીટી પ્રમાણપત્ર
    • -ગુજરાત રાજ્ય બહારના ઉમેદવારો માટે ડોમીસાઈલ પ્રમાણપત્ર

    Note : sathigujarati.in પર તમને માહિતી મળે તે હેતુથી લેખ લખવામાં આવે છે. હંમેશા અહિં આપવામાં આવતી માહિતી Official Website પર ચેક કરી લેવી. આ લેખમાં તમને ITI Admission 2024 વિશે માહિતી આપવામાં આવી છે. ITI ની ઓફિસિઅલ વેબસાઈટ www.itiadmission.gov.in પર આપવામાં આવતી માહિતી વખતો વખત ધ્યાને લેવી. અમે આપેલ માહિતીમાં કોઈ પ્રશ્ન હોય તો તમે [email protected] પર જાણ કરી શકો છો.

    FAQ (વારંવાર પુછાતા પ્રશ્નો)


    Q1. આઈ.ટી.આઈ. એડમિશન માટેની વેબસાઈટ કઈ છે?
    -આઈ.ટી.આઈ. એડમિશન માટે www.itiadmission.gov.in પર રજિસ્ટ્રેશન કરવું.

    Q2. આઈ.ટી.આઈ.માં ટ્યુશન ફી કેટલી છે?
    - ટ્યુશન ફી ૬૦૦/- છ મહિના ની છે.

    Q3. આઈ.ટી.આઈ.નુ પુરુનામ શુ છે?
    - આઈ.ટી.આઈ.નું પુરુનામ ઈંડસ્ટ્રિયલ ટ્રેનિંગ ઈન્‍સ્ટિટ્યુટ છે.

    Q4. આઈ.ટી.આઈ.નો કોર્સ કેટલા સમયનો હોય છે?
    - આઈ.ટી.આઈ.માં અલગ અલગ કોર્સ ચાલે છે. આ કોર્સ ૧ થી ૨ વર્ષના હોય છે.

    ટિપ્પણીઓ નથી

    Blogger દ્વારા સંચાલિત.